Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હોકી- પ્રો- લીગના મેચ મુલત્વી

બ્રિટન અને જર્મની (પુરૂષ ટીમ) વચ્ચે આવતા સપ્તાહમાં મેચ રમાનાર હતીઃ હોકી ફેડરેશનનો નિર્ણય

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન ( FIH ) એ કોવિડ -૧૯ ને લઇને જાહેરાત કરી છે. જેમાં મુસાફરી પ્રતિબંધોને કારણે હોકી ફેડરેશન દ્વારા આયોજીત પ્રો લીગ   આગામી બે મેચ મુલતવી રાખી હતી. બ્રિટન અને જર્મની (પુરૂષ ટીમ) આવતા અઠવાડિયે સામ સામે મેચ રમાવાની હતી. જયારે ચીન અને બેલ્જિયમ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર મહિલા ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન એક નિવેદનમાં જણાવ્યું છે કે, જર્મની, બેલ્જિયમ અને ચીનમાં કોવિડ - ૧૯ વૈશ્વિક રોગચાળાને કારણે મુસાફરી સંબંધિત પ્રતિબંધોને કારણે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોની વિનંતી પર હોકી ફેડરેશન (FIH) દ્વારા આ એફઆઇએચ હોકી પ્રો લીગ મેચોને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. એફઆઈએચએ વધુમાં જણાવ્યું હતું કે તે વૈશ્વિક આરોગ્ય સંકટ પર નજર રાખશે અને સંબંધિત ટીમોના અધિકારીઓની સલાહ લીધા બાદ આ મેચો માટે નવી તારીખોની ઘોષણા કરશે.

(2:50 pm IST)