Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

૨૦૨૦ મેકિસકન ઓપનમાં રમશે નડાલ

મેકિસકોઃ સ્પેનના નંબર વન ટેનિસ સ્ટાર પ્લેયર રાફેલ નડાલે તાજેતરમાં જણાવ્યું છે કે તે આવતા વર્ષે થનારા મેકિસકન ઓપનમાં રમશે. નડાલે આ ટુર્નામેન્ટમાં રમવાની હા પાડયા બાદ આયોજકોનું કહેવું હતું કે 'અમારા માટે ૨૦૨૦ની આ ટુર્નામેન્ટ ખાસ છે કેમ કે નડાલ એમાં રમવાનો છે. મને આશા છે કે તેના ચાહકો આ સમાચાર સંભાળી ખુશ થશે.' ૧૯ વખત ગ્રેન્ડ સ્લેમ જીતી ચૂકેલો નડાલ પાંચમી વખત મેકિસકન ઓપનની ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ૨૪ થી ૨૯ ફેબ્રુઆરી દરમ્યાન રમાશે.

(3:36 pm IST)