Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ : ટી-20માં ફટકારી વર્લ્ડ રેકોર્ડ ચોથી સદી : વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની 71 રને શાનદાર જીત

ભારતના 120 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ 124 રન બનાવી શકી : ઇન્ડિયાનો સિરીઝમાં 2-0થી કબ્જો

લખનઉઃ રોહિત શર્મા (111 રન)ના રેકોર્ડ સદીની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડીઝને સીરીઝની બીજી ટી20 મેચમાં 71 રનથી પરાજય આપ્યો છે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટ પર 195 રનનો સ્કોર બનાવ્યો હતો.જવાબમાં વિન્ડીંઝ ટીમ 9 વિકેટ પર 124 રન જ બનાવી શકી સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચોની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.

 

  કેપ્ટનની જવાબદારી સંભાળી રહેલા રોહિત શર્માને એકવાર ફરી ફોર્મમાં જોવા મળ્યો અને લખનઉએ એટલ બિહારી વાજપેઈ સ્ટેડિયમાં તેણે તોફાની અંદાજમાં બેટીંગ કરી. રોહિતે 61 બોલમાં પોતાની તોફાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા .
  ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમને પહેલો ઝટકો શેઈ હોપ (6 રન)ના રૂપમાં લાગ્યો અને તેણે ઈનિંગની બીજી ઓવરમાં જ અલીલ અહમદે બોલ્ડ કરી દીધો. હોપે 8 બોલમાં 1 છગ્ગો માર્યો. શિમરોન હેટમેયરે (15 રન) ડેરેન બ્રાવો સાથે બીજી વિકેટ માટે 26 રનની પાર્ટનરશીપ કરી. હેટમેયરને ખલીલની ઓવરમાં શિખર ધવને કેચ ઝડપ્યો. તેણે 14 બોલમાં 3 ચોગ્ગા ફટકાર્યા. પછી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો. કુલદીપે પોાની પહેલી જ ઓવરમાં બ્રાવો અને નિકોલસ પૂરનને આઉટ કર્યા. કેરોન પોલાર્ડ અને દિનેશ રામદીન પણ સત્તામાં આઉટ થઈ ગયા.
આ પહેલા રોહિત શર્મા અને શિખર ધવને પહેલી વિકેટ માટે 123 રનની પાર્ટનરશીપ કરી. ધવન 41 બોલમાં 43 રન બનાવી આઉટ થયો. ઋષભ પંત પણ 5 રન બનાવી આઉટ થઈ ગયો. આ બાદ રાહુલ અને રોહિતે 62 રનની અણનમ પાર્ટનરશીપ કરી. જ્યારે રોહિતે 111 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહ, ખલીલ, ભુવનેશ્વર અને કુલદીપે 2-2 વિકેટો ઝડપી હતી.

(11:44 pm IST)