Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

વિરાટ કોહલીની એપ થઇ લોન્ચ

નવી દિલ્હી: ક્રિકેટર વિરાટ કોહલી પ્રથમ આધિકારિક મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપને એંન્ડ્રોયડ પર Virat Kohli Official Appના એપથી ઓળખાશે અને Virat ના નામથી IOS પર. હવે કોહલીના પ્રશંસકો આ એપ દ્વારા ભારતીય કેપ્ટન સાથે સરળતાથી જોડાઇ શક્શે. આ એપમાં કોહલીથી સંબંધીત ખબરો અને અન્ય અપડેટ મળશે. આ સિવાય પ્રશંસક કોહલી સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપી પોતાના સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ કરી શક્શે. આ એપની મદદથી વિરાટ કોહલી કિક્રેટ પાછળ ઘેલા લોકો સાથે પણ જોડાશે. સોશિયલ ઇન્ટિીગ્રશનની મદદથી યૂઝર વિરાટ કોહલીના ફેસબુક, ટ્વીટર અન ઇન્સ્ટાગ્રામ પેઝ પણ જોઇ શક્શે.ઓફિશિયલ વિરાટ કોહલી એપમાં કોહલીના ક્રિકેટ કરિયરની મસગ્ર માહિતી મળશે. જેમ કે કોહલીએ કેટલી મેચ રમી છે? કેટલા રન બનાવ્યા છે? જો તમે આંકડાઓમાં વધારે રૂચી નથી રાખતા તો કોહલીના જીવન સાથે સંકળાયેલા સવાલોના જવાબ પણ આપી શકો છો. તમે યોગ્ય જવાબ આપવા પર પોઇન્ટ કલેક્ટ કરશો, જેનો ઉપીયોગ વિરાટ કોહલી મર્ચેનડાઇઝ ખરિદવા માટે કરી શક્શો. એપમા એક અલગ સ્ટોર પણ છે જ્યાં તમે ઇચ્છો તો શોપિંગ કરી શકો છો. તમે ઇચ્છો તો Journey ટેબ પર ટેપ કરી વિરાટ કોહલીના રેકોર્ડથી ભરેલ કરિયર પર નજર નાંખી શકો છો. આ એપમાં કોહલના ફિટનેસ ચેલેન્જ પણ ઉપલબ્ધ છે.તમે સત્તાવાર વિરાટ કોહલી એપથી તમે ક્રિકેટ સાથે સંકળાયેલ ખબરો તો તમને મળશે જ સાથે જ એક્સલૂસિવ વોલપેપર, વીડિયો અને ઇમેઝ પણ ડાઉનલોડ કરી શક્શો. કોહલી દ્વારા રમાયેલ મેચની લાઇવ સ્ટ્રીમ પણ આ એપ પર જોઇ શકાશે.આ એપના ઉપીયોગ માટે ઓછામાં ઓછી એન્ડ્રોયડ 5.0 લોલીપોપ અથવા આઇઓએશ 10 હોવું જરૂરી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો અને આઇફોન માટે એપ સ્ટોરથીય. તમે તમારા ફેસબુક કે ગૂગલ એકાઉન્ટની મદદથી આ એપમાં લોગઇન કરી શક્શો. આ એપને કોર્નસ્ટાર સ્પોર્ટ અને એન્ટરટેનમેન્ટ દ્વારા ડેવલપ કરવામાં આવશે.

(5:27 pm IST)