Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

યૂથ ઓલમ્પિક ગેમ્સની ગૂગલે ડૂડલે કરી ઉજવણી

નવી દિલ્હી: Google એ આજે એકવાર ફરી તેના હોમપેજ પર રંગ-બેરંગી ડૂડલ બનાવ્યું છે. આજે દેખાઇ રહેલા Google Doodle માં સમેર યૂથ ઓલમ્પિક ગેમ્સની એક ઝલક જોવા મળે છે. આજ એટલે કે 6 ઓકટોબરથી તેની શરૂઆત થઇ રહી છે. જોકે આ ઓલમ્પિક અંગે ઓછા લોકોને જાણકારી હોય છે. સમર યૂથ ઓલમ્પિક રમત 6 ઓક્ટોબરથી 18 ઓકટોબર સુધી એર્જેટીનાના બ્યૂનસ આયર્સમાં આયોજીત કરવામાં આવી રહી છે. ખાસ વાત છે કે આ રમતોમાં 14-18 વર્ષની ઉંમરના લોકો જ ભાગ લેતા હોય છે.વાત કરીએ ગૂગલ ડૂડલીની તો Google ના બીજા Oમાં કલાકારી કરવામાં આવી છે અને તેમા અલગ-અલગ રમતોના કાર્ટૂન દ્વારા બતાવવામાં આવ્યા છે.કોસોવો અને દક્ષિણી સૂડાન આ વર્ષે યૂથ ઓલમ્પિકમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યા છે. બ્યૂનસ આયર્સમાં ગ્રીન પાર્ક, ઓલમ્પિક પાર્ક, અર્બન પાર્ક અને ટેકનો પાર્કમાં જુદી-જુદી ગેમ્સનું આયોજન થશે. 141 ખેલાડીઓની સાથે અર્જેંટીનાની ટીમ સૌથી મોટી છે.ધ્યાન આપવાની વાત છે કે પ્રથણ વખત સમર યૂથ ઓલમ્પિક ગેમ્સ એશિયાથી બહાર આયોજીત કરવામાં આવી રહી છે. સૌથી પહેલા 2010માં સિંગાપુર અને 2014માં ચીનના નાનજિયાંગમાં આ ગેમ્સનુ આયોજન થયું હતું. આ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે અને તેમાં સમર અને વિન્ટર એડિશન હોય છે.

(6:21 pm IST)