Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ચાઈના ઓપનની સેમિફાઇનલમાં વોઝનિયાકી

નવી દિલ્હી: ડેન્માર્કની કેરોલીન વોઝનિયાકીએ ચેક ગણરાજ્યની કેટરીના સિનિયાકોવાને હરાવીને ચાઈના ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સમાચાર એજેન્સી એફે આપેલી માહિતી અનુસાર વર્લ્ડ નંબર 2 વોઝનિયાકીએ ક્વાર્ટરફાઇનલમાં મુકાબલામાં ક્વાલીફાઉર સિનિયાકોવાને 6-2,6-3થી માત આપીને અંતિમ-4માં જગ્યા મેળવી લીધી.

વોઝનિયાકીએ મેચમાં વધુ સમયસુધી પોતાનો દબદબો બનાવી રાખીને જીત મેળવી હતી. સેમિફાઇનલમાં તેની ટક્કર વલ્ર્ડ નંબર 4 ખેલાડી ડેલ પોત્રો સાથે થશે.

(6:17 pm IST)