Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સ્ટીવન સ્મિથે ઇંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

સર ડોન બ્રેડમેન બાદ સૌથી ઝડપી ૨૬ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો

સ્ટીવન સ્મિથની શાનદાર બેવડી સદીના આધરે ઓસ્ટ્રેલિયાએ ચોથી એશીઝ ટેસ્ટ મેચમાં વિશાળ સ્કોર (૪૯૭/૮ ઇનિંગ ડીકલેર) બનાવ્યો હતો. સ્ટીવન સ્મિથ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટ મેચ રમી શક્યા નહોતા પરંતુ તેનાથી તેમના ફોર્મને કોઈ ફર્ક પડ્યો નહોતો. તેમને તેજ ફોર્મને જાળવી રાખતા ચોથી ટેસ્ટમાં પણ શાનદાર બેવડી સદી ફટકારીહતી

સ્ટીવન સ્મિથની ટેસ્ટ કારકિર્દીની આ ૨૬ મી સદી રહી હતી. જ્યારે તેમની બેવડી સદીની સંખ્યા હવે ત્રણ સુધી પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે, સ્ટીવન સ્મિથે આ ત્રણ બેવડી સદી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે ફટકારી છે.

સ્ટીવન સ્મિથ ટેસ્ટ મેચોમાં સર ડોન બ્રેડમેન બાદ સૌથી ઝડપી ૨૬ સદી ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયા છે. સ્ટીવન સ્મિથે પોતાની ટેસ્ટ કારકિર્દીની ૨૬ મી સદી ફટકારવા માટે ૧૨૧ ઇનિંગ રમી હતી. જયારે સચિન તેંડુલકરને એટલી જ સદી ફટકારવા માટે ૧૩૬ ઇનિંગ રમવી પડી હતી.

 આ યાદીમાં સૌથી ઉપર ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સર ડોન બ્રેડમેન છે, તેમને માત્ર ૬૯ ઇનિંગમાં જ ૨૬ સદી ફટકારી દીધી હતી.

(11:00 am IST)