Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

આર્જન્ટીનાના ડેલ પોટ્રોનું સાડા ચાર કિલો વજન ઉતર્યું: જાણો શું છે કારણ

નવી દિલ્હી: અમેરિકન ટેનિસ ખેલાડી જોન આઇસનરને આર્જન્ટીનાના ડેલ પોટ્રો સામેની ક્વાર્ટર ફાઈનલમાં ૬-૭ (૫-૭), ૬-૩, ૭-૬ (૭-૪), ૬-૨થી હારનો સામનો કરવો પડયો હતો.ન્યુયોર્કની ગરમી અમેરિકન ખેલાડી આઇસનર માટે પરેશાનીનું કારણ બની હતી. પોટ્રોએ ત્રણ કલાક અને ૩૧ મિનિટના મુકાબલામાં જીત મેળવી હતી. જોકે આ સંઘર્ષની આઇસનરના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી.આર્થર એશ સ્ટેડિયમમાં ગરમીનો પારો ૩૨ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો અને ભેજવાળા વાતાવરણને કારણે ખેલાડીઓ પરસેવે રેબઝેબ થઈ જતાં હતા. આઇસનરે પોટ્રો સામેની સાડા ત્રણ કલાકની મેચ દમરિયાન લગભગ ચાર કિલો જેટલું વજન ગુમાવી દીધું હતુ. જ્યારે પરસેવાના કારણે તેને ૧૧ વખત ટીશર્ટ બદલવી પડી હતી. બિગ સર્વર તરીકેની ઓળખ ધરાવતા આઇસનરે પોટ્રો સામેની મેચમાં ૫૨ અનફોર્સ્ડ એરર્સ કરી હતી. આઇસનરે કહ્યું કે, મારા માટે આજે રમવું અત્યંત મુશ્કેલ હતું. માત્ર ગરમી ખેલાડીઓની પરેશાનીનું કારણ નથી, પણ વાતાવરણના ભેજને કારણે જે ઉકળાટ જોવા મળી રહ્યો છે, તે મુશ્કેલીરૃપ છે. ફ્લશિંગ મેડોવ્સ ખાતે ગરમીનું પ્રમાણ વધતાં ચોથી વખત એક્સ્ટ્રીમ હિટ પોલીસી લાગુ કરવામાં આવી હતી અને આઉટ સાઈડ્સના કોર્ટ પરની જુનિયર્સની મેચો અટકાવી દેવામાં આવી હતી. આશરે અઢી કલાક આ મેચો સ્થગિત કરાઈ હતી.

(6:17 pm IST)