Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કિદામ્બી શ્રીકાંત સેમિફાઈનલમાં પહોંચ્યો

ઈંગ્લેન્ડના ટોબી પેન્ટીને 21-19, 21-17થી હરાવીને મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં જગ્યા બનાવી

નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ઈંગ્લેન્ડના ટોબી પેન્ટીને 21-19, 21-17થી હરાવીને મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અહીં હવે તેનો મુકાબલો મલેશિયાના એનજી જે યોંગ સામે થશે, જેની સામે તે મિશ્રિત ટીમ સ્પર્ધાની ફાઇનલમાં હારી ગયો હતો.

(11:46 pm IST)