Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ક્રિકેટમાં પણ ૩૭૦ની અસર : રણજીમાં ૩૮ ટીમો ભાગ લેશે : લડાખને પણ એસોસીએશનની માન્યતા મળશે

દુલીપ ટ્રોફી અને રણજી ટ્રોફીના મુકાબલાઓ રમાશે : કુલ ૧૬૦ મેચો રમાશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારના નિર્ણયની અસર ક્રિકેટ પર પણ પડશે. ૫ ઓગસ્ટ ૨૦૧૯હ્ય્ ગૃહ મંત્રી અમિત શાહે રાજયસભામાં એક સંકલ્પ રજૂ કર્યો. તેમા કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિના અનુમોદન બાદ કલમ ૩૭૦ના દરેક ખંડ લાગૂ નહીં થાય. સંકલ્પ મુજબ, જમ્મુ કાશ્મીરથી રાજયનો દરજ્જો છીનવી લીધો છે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. તે સિવાય લદ્દાખને તેનાથી અલગ કરીને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. જોકે, ત્યાં વિધાનસભા નહીં હોય.

સરકારના આ નિર્ણયની અસર ક્રિકેટ જગત ખાસકરીને રણજી ટ્રોફી પર પણ પડશે. રણજી ટ્રોફીના ૨૦૧૯-૨૦ સીઝનમાં ૩૭ ટીમ ભાગ લેશે. કારણકે હવે દેશમાં ૭દ્ગક જગ્યાએ ૯ કેન્દ્ર શાસિત પ્રદેશ થઇ ગયા છે. એવામાં રણજી ટ્રોફીના આગામી સત્ર (૨૦૨૦-૨૧)માં ૩૭ ની જગ્યાએ ૩૮ ટીમ ભાગ લેતી દેખાઇ શકે છે. રણજી ટ્રોફીમાં હવે જમ્મુ કાશ્મીરની ટીમ ભાગ લે છે.

લદ્દાખના અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ત્યાં પણ એક એકમના ગઠનની માન્યતા આપી શકે છે. જો એવું થયું તો લદ્દાખને પણ રણજી ટ્રોફી કે રાષ્ટ્રીય સ્તરની અન્ય પ્રતિયોગિતાઓમાં તેમની ટીમ મોકલવાનોઅધિકાર મળી જશે.

બીસીસીઆઇના ૨૦૧૯-૨૦ સીઝનની શરૂઆત ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની મેચથી થશે. સીઝન દરમિયાન પુરૂષો અને મહિલાઓ મળીને કુલ ૨૦૩૬ ઘરેલુ મુકાબલા થશે. દુલીપ ટ્રોફીના મુકાબલે ૧૭ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી રમવામા આવશે. રણજી ટ્રોફીની લીગ મુકાબલા ૯ ડિસેમ્બરથી શરૂ થશે. જે ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલશે. ૧૯ ફેબ્રુઆરીથી નોકઆઉટ સ્ટેજ મુકાબલો શરૂ થશે. ટૂર્નામેન્ટ ૧૩ માર્ચે સમાપ્ત થશે. આ દરમિયાન ૧૬૦ મેચ રમવામાં આવશે.

રણજી ટ્રોફીનું ફોર્મેટ ગત સીઝનની જેમ રાખવામાં આવ્યું છે. તેમા પ્લેટ ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ આગામી સીઝનમાં એલીટ ગ્રુપ સીના કવાર્ટર ફાઇનલ માટે કવોલિફાઇ કરશે. જયારે, એલીટ ગ્રુપ સીમાં ટોપ પર રહેનારી બે ટીમ અલગ સીઝનમાં એલીટ ગ્રુપ એ અને એલીટ ગ્રુપ બીના કવાર્ટર ફાઇનલ માટે કવોલિફાઇ કરશે. રણજી ટ્રોફી બાદ ૧૮ માર્ચથી ૨૨ માર્ચ સુધી ઇરાની ટ્રોફીની મેચ રમવામાં આવશે.

(1:31 pm IST)