Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પાક. ક્રિકેટર હસન અલી પોતાના લગ્નમાં ભારતીય ક્રિકેટરોને આમંત્રણ આપશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પ્લેયર હસન અલી વીસમી સપ્ટેમ્બરે ભારતીય મુળની સામીયા આરઝુ સાથે દુબઈમાં લગ્ન કરશે અને પોતાના લગ્નમાં તે ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયરોને આમંત્રણ આપવાનો છે. જો કે આમંત્રિત પ્લેયરોના નામ તેણે જાહેર નથી કર્યા પણ એક જ ઈન્ડસ્ટ્રીની પ્રોફેશ્નલ પ્લેયરો હોવાથી તે ભારતીય ક્રિકેટ પ્લેયરો સાથે ખુશી વહેંચવા ઈચ્છે છે. જેના માટે તે પ્લેયરોને આમંત્રણ આપશે.

(1:27 pm IST)