Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો ફટકો આપનાર ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ બીજી ટેસ્ટ મેચ નહીં રમી શકે ??

બ્રિસ્ટલના એક કેસની સુનાવણીમાં ક્લિનચીટ મેળવવા હાજરી આપવી પડે તેમ છે

નવી દિલ્હી :ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટથી લોડ્સ ખાતે શરૂ થઈ રહી છે એ પહેલાં ટીમ ઇન્ડિયાને એક સારા સમાચાર મળ્યા છે. પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો ફટકો આપનાર બેન સ્ટોક્સ બીજી ટેસ્ટ મેચ નહીં રમી શકે તેના પર ચાલી રહેલો એક કેસને કારણે બીજી ટેસ્ટ મેચ રમી શકેશે નહીં।

    ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિસ્ટલમાં એક વિવાદમા બેન સ્ટોક્સ ફસાઈ ગયો હતો. આ વિવાદ પછી તેના પર કેસ ચાલી રહ્યો છે. 6 ઓગસ્ટના દિવસે આ મામલાની કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં ક્લિન ચીટ મેળવવા માટે બેન સ્ટોક્સે આ સુનાવણીમાં હાજરી આપવી પડે એમ છે. આ કારણે લોર્ડસ ટેસ્ટમાં બેન સ્ટોક ભાગ લે એવી શક્યતા બહુ ધુંધળી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે બેન સ્ટોક્સે પ્રથમ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ચાર વિકેટ લઈને ટીમ ઇન્ડિયાની કમર તોડી નાખી હતી. 

(9:46 am IST)