Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સાનિયા પહેલી વાર વિમ્‍બલ્‍ડનની મિકસ્‍ડ-ડબલ્‍સ સેમી ફાઇનલમાં

નવી દિલ્‍હીઃ આ વર્ષે ટેનિસમાંથી નિવૃતિ લઇ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રેન્‍ડ સ્‍લેમમાં ઓસ્‍ટ્રેલિયન ઓપન, ફ્રેન્‍ચ ઓપન અને યુએસ ઓપનમાં મિકસ્‍ડ-ડબલ્‍સનું ટાઇટલ જીતી છે. પરંતુ કયારેય વિમ્‍બલ્‍ડનમાં આ સિદ્ધિ નથી મેળવી શકી. જોકે હવે તેને સારો મોકો મળ્‍યો છે, તે અને ક્રોએશિયાનો મેટ પાવિચ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે અને હવે આ સ્‍પર્ધાનો તાજ તેમનાથી માત્ર બે ડગલાં દૂર છે.

કુલ ૬ ગ્રેન્‍ડ સ્‍લેમ ટાઇટલ જીતી ચૂકેલી સાનિયા અગાઉ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫માં વિમ્‍બલ્‍ડનમાં મિકસ્‍ડ ડબલ્‍સની કવોટરમાં પહોંચીને હારી ગઇ હતી.

(3:19 pm IST)