Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આફ્રિદીનો દાવો, હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ પાકિસ્તાનની માફી માગતી હતી

પાકિસ્તાને અનેક વખત ભારતીય ટીમને માત આપી છે

ઈસ્લામાબાદ, તા.૬: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હંમેશા ખૂબ જ રોમાંચક હોય છે. ભારતીય ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટમાં આજે પાકિસ્તાન કરતા આગળ છે. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ હાર્યા બાદ અમારી માફી માગતી હતી.

ક્રિક કાસ્ટના યૂટ્યૂબ શો પર વાતચીત દરમિયાન શાહિદ આફ્રિદીએ જણાવ્યું છે કે, અમે ભારતની સામે રમાવાનું હંમેશા પસંદ કર્યું છે. અમે અનેક વખત ભારતીય ટીમને માત આપી છે. ભારતીય ટીમ મેચ હાર્યા બાદ અમારી માફી માગતી હતી.

પોતાની ફેવરેટ ઈનિંગ્સ અંગે વાત કરતા આફ્રિદીએ જણાવ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ રમવાની હંમેશા મજા આવી છે. ભારતીય ટીમ દ્યણી સારી છે.

(10:11 am IST)