Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વિશ્વકપમાં રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો ;પાંચમી સદી ફટકારી : સંગાકારાનો રેકોર્ડ તોડ્યો ;સચિનની બરોબરી

વિશ્વકપમાં સૌથી વધારે રન બનાવનાર રોહિત શર્માએ 8 મેચમાં 92.42ની એવરેજથી 647 રન ફટકાર્યા

વિશ્વકપમાં રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો છે રોહિત શર્માએ શ્રીલંકા સામે સદી ફટકારી શ્રીલંકાના કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. રોહિતે શ્રીલંકા સામે 94 બોલમાં 14 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવ્યા હતા. રોહિતે આ વર્લ્ડ કપમાં પાંચમી અને ઓવરઓલ કુલ છઠ્ઠી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

   રોહિતે સદી ફટકારી શ્રીલંકાના કુમાર સંગાકારાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે હતો. 2015માં તેણે 4 સદી કરી હતી. રોહિતે 2019ના વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
   રોહિત શર્માએ સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્લ્ડ કપમાં ઓવરઓલ સદીની વાત કરવામાં આવે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ 6 સદી છે. રોહિત પણ વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્લ્ડ કપમાં હવે સચિન અને રોહિતના નામે 6-6 સદી છે. રોહિતે 2 વર્લ્ડ કપમાં 16 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે સચિને 6 વર્લ્ડ કપમાં 45 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. સંગાકારના નામે 5 સદી છે, જેને રોહિતે પાછળ રાખી દીધો છે લ્ડ કપ 2019માં રોહિતનું શાનદાર પ્રદર્શન

રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સૌથી વધારે રન ફટકારનાર બેટ્સમેન છે. રોહિતના નામે 8 મેચમાં 92.42ની એવરેજથી 647 રન છે. જેમાં 5 સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.606 રન સાથે શાકિબ અલ હસન બીજા સ્થાને છે

(11:47 pm IST)