Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ક્રિકેટર પતિ શોએબ મલિકની નિવૃતી પર સાનિયા મિર્ઝાએ લખી ભાવુક પોસ્ટ

દરેક કહાનીનો અંત હોય છે, પરંતુ જીવનમાં દરેક અંત બાદ એક શરૂઆત થાય છે.

હૈદરાબાદઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે વનડે ક્રિકેટમાંથી નિવ્રિતી લીધી છે તેની પત્ની અને ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પતિ માટે એક ભાવુક પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું કે, તેને અને તેના પુત્ર ઇઝહાનને શોએબની સિદ્ધિઓ પર ગર્વ છે. 

સાનિયાએ લખ્યું, 'દરેક કહાનીનો અંત હોય છે, પરંતુ જીવનમાં દરેક અંત બાદ એક શરૂઆત થાય છે. તમે તમારા દેશ માટે 20 વર્ષ ક્રિકેટ રમ્યા અને તમે ખુબ સન્માન અને માણસાયની સાથે આ ક્યું... તમે જે પણ કંઇ મેળવ્યું છે તેના પર ઇઝહાન અને મને તમારા પર ખુબ ગર્વ છે. ટી20 વધુ કેટલાક હજાર રન.'

શોએબ મલિકે વિશ્વ કપમાં પાકિસ્તાનની અંતિમ મેચ બાદ વનડે ક્રિકેટને અલવિદા કરી દીધું છે. પાકિસ્તાને શુક્રવારે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપની અંતિમ મેચ રમી, જેમાં તેને 94 રને વિજય મળ્યો હતો. 

શોએબે શુક્રવારે લખ્યું, આજે વનડે ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું. મેં જેટલા પણ ખેલાડી, કોચની સાથે રમ્યો તેનો આભાર. સાથે મારા પરિવાર, મિત્રો, મીડિયા અને સ્પોન્સરોનો આભાર. ખાસ કરીને મારા ચાહકોનો, હું તમને બધાને ખુબ પ્રેમ કરૂ છું. શોએબે 1999ના પોતાની પ્રથમ વનડે મેચ શારજાહમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. 

(11:29 pm IST)