Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ડેબ્યુ વન ડે રમવાના ર૦ વર્ષ પછી શોએબ મલિકએ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

        પાકિસ્તાની ઓલ-રાઉન્ડર શોએબ મલિક(૩૭) એ ર૦૧૯ વર્લ્ડકપમાં પાકિસ્તાનના આખરી મેચ પછી શુક્રવારના વન ડે ક્રિકેટથી સંન્યાસ લીધો છે.

         ૧૪ ઓકટોબર ૧૯૯૯ ના પોતાનો પ્રથમ વન-ડે રમનાર મલિકએ ર૮૭ વનડે મેચોમાં ૭પ૩૪ રન બનાવ્યા હતા અને ૧પ૮ વિકેટો લીધેલ છે.

         ર૦૧પ માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઇ ચૂકેલ મલિક ટી-ર૦ રમતા રહેશે. ર૦૧૯ વર્લ્ડકપના ત્રણ મેચમા મલિકએ ફકત ૮ રન જ બનાવ્યા હતા.

(10:34 pm IST)