Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નડાલ પહોંચ્યો ત્રીજા રાઉન્ડમાં

લંડન : ત્રણ કલાક ચાલેલી મેચમાં વર્લ્ડ નંબર ૨ અને સ્પેનિશ પ્લેયર રાફેલ નડાલે ૬-૩, ૩-૬, ૭-૬, ૭-૬થી નીક કિર્ગિયોસને હરાવીને વિમ્બલ્ડન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પહેલો સેટ હાર્યા પછી કિર્ગિયોસે સ્ટ્રોંગલી કમબેક કરતા બીજો સેટ ૬-૩થી જીતી લીધો હતો. ત્રીજા અને ચોથા સેટમાં રાફેલને ઓસ્ટ્રેલિયન પ્લેયરે ટફ ફાઈટ આપતા મુકાબલો ટાઈ બ્રેકરમાં પહોંચ્યો હતો. જો કે રાફેલ સ્ટ્રોંગ સર્વિસ અને ફોરહેન્ડથી બંને સેટ જીતવામાં સફળ થયો હતો. આ મેચ સેન્ટર કોર્ટમાં રમાઈ હતી. રાફેલે વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં ૧૦મી વખત પ્રવેશ કર્યો હતો. હવે રાફેલનો મુકાબલો જો - વિલફ્રીડ સોન્ગા સામે થશે.

(1:27 pm IST)