Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વિમ્બલ્ડન : નડાલ અને યોકોવિચની આગેકૂચ

નવી દિલ્હી: વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં સેકન્ડ સીડ ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે કઝાખ્સ્તાનના કુકુશીનને સીધા સેટોમાં -, -, -૪થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે યોકોવિચે પણ આર્જેન્ટિનાના ઝેબાલોસ સામે -, -,-૩થી જીત મેળવતા આગેકૂચ કરી હતી. જોકે મેન્સ સિંગલ્સમાં આર્જેન્ટીનાના ગુલીર્મો પેલ્લાએ મેજર અપસેટ સર્જતાં બીજા રાઉન્ડમાં ત્રીજો સીડ ધરાવતા ક્રોએશિયાના સિલીકને -, -, -, - (-), -૫થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. સિલીક વિમ્બલ્ડન અગાઉ ક્વિન્સ પાર્ક ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટ જીત્યો હોવાથી ટાઈટલનો દાવેદાર મનાતો હતો. ઈટાલીના ફાબિયાનોએ પણ સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે - (-), -, - (-)ના ભારે સંઘર્ષ બાદ જીત મેળવતા અપસેટ સર્જાયો હતો. જોકે આઠમો સીડ ધરાવતા કેવિન એન્ડરસને ઈટાલીના એન્ડ્રે સેપ્પીને -, - (-), -, -૪થી હરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસે આગેકૂચ કરતાં નેધરલેન્ડના રોબિન હાસને -, -, -૭થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીન એજર ડે મિનારે -, - (-૧૦), -, -૩થી ફ્રાન્સના પોલ હેર્બેર્ટને પરાસ્ત કર્યો હતોજ્યારે ટીએફોએ -, -, -, -૨ના સંઘર્ષ બાદ ફ્રાન્સના બેનેટેયુને હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં રશિયાની માકારોવાએ -, -, -૫થી બીજો સીડ ધરાવતી ડેનમાર્કની વોઝનીઆકીને હરાવી હતી. જ્યારે ટોપ સીડ ધરાવતી રોમાનિયાની સિમોના હાલેપે ચીનની ઝેંગના પડકારનો -, -૦થી અંત આણ્યો હતો. જર્મનીની કેર્બેરે અમેરિકાની લુને -, -, -૪થી પરાસ્ત કરી હતી.

(5:01 pm IST)