Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સુપ્રિમ કોર્ટે અટકાવી સ્ટેટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણી : એક રાજય એક મતના નિર્ણયની કરશે સમીક્ષા

સુપ્રિમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના સંવિધાનને અંતિમ રૂપ આપવાનો એનો ચુકાદો ન આવે ત્યાં સુધી તમામ સ્ટેટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીઓ અટકાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટના જજે કહ્યું હતું કે સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના વહીવટદારોની નિયુકિત સાથે સંબંધિત કોઈ પણ અરજીને સ્વીકારવામાં નહિં આવે.

સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે તે એક રાજય એક મત અને ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ માટે બ્રેકના અગાઉ લીધેલા નિર્ણયોની સમીક્ષા કરશે. ૭૦ વર્ષની ઉંમરની મર્યાદા વિશે વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે જો જજ રિટાયર થઈને ૭૦ વર્ષની ઉંમરે અધ્યક્ષ બની શકે અને ૭૦ વર્ષની ઉંમરે વ્યકિત દેશ ચલાવી શકતો હોય તો સભ્ય કેમ ન બની શકે? નેતાઓને અલગ ન રાખી શકાય.

(4:03 pm IST)