Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભારતીય ટીમમાં સામેલ બે નવા ખેલાડીઓનું રેગીંગ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ટીમમાં સામેલ થયેલા નવા ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ સામે ઉભા કરવામાં આવ્યા હતા. જૂના ખેલાડીઓએ નવા ક્રિકેટરોને સવાલ પૂછ્યા હતા. નવા ખેલાડીઓએ પણ મસ્તીભર્યા અંદાજમાં જવાબ આપ્યા હતા. શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વિડીયો શેર કર્યો છે. જેમાં કોચ રવિ શાસ્ત્રી દેખાય છે. વિડીયોમાં પહેલા દિપક ચાહર તો ત્યારબાદ કૃણાલ પંડ્યાને ખુરશી પર ઉભા રાખી જવાબ આપવાનું કહેવાયુ હતું.

(4:02 pm IST)