Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

વર્લ્ડકપ-2019 : વેસ્ટ ઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાનો 15 રને શાનદાર વિજય

289 રનના લક્ષ્યાંક સામે કાંગારૂઓ 50 ઓવરમાં 9 વિકેટે 273 રન બનાવી શક્ય :મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી

 

નવી દિલ્હી :વર્લ્ડકપની 10મી મેચમાં ટ્રેન્ટબ્રિજ ખાતે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી લીધી છે.  289 રનના લક્ષ્યનો પીછો કરતા વિન્ડીઝની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 273 રન કર્યા હતા. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 1 મેડન સહિત 46 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

  પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી હતીકેપ્ટન એરોન ફિંચની પ્રથમ વિકેટ પડી . તેને ઓશેન થોમસના બોલ પર વિકેટકીપર શાઇ હોપે કેચ કર્યો. માત્ર 15 રનમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો લાગ્યો હતો, તબાદ 32 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો લાગ્યો, ત્યારબાદ માત્ર 50 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી.હતી
જો કે સ્મિથ અને કુલ્ટર નાઇલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ બની અને ઓસ્ટ્રેલિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતુંથે સપ્ટેમ્બર 2017 પછી પહેલી અને કરિયરની 20મી ફિફટી ફટકારી છે. તે પહેલા એલેક્સ કેરી આન્દ્રે રસેલની બોલિંગમાં કીપર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 55 બોલમાં 45 રન કર્યા હતા.

(12:17 am IST)