Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફીફા વર્લ્ડકપમાં સૌથી મોંઘી ટીમ તરીકે ફ્રાન્સઃ છેલ્લા નંબરે ક્રોઅેશિયાની ટીમ

નવી‌ દિલ્હીઃ ખેલાડીઓની કમાણીના આધારે ફિફા વર્લ્ડકપ 2018ની સૌથી મોંઘી ટીમોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફાન્સ સૌથી મોંઘી ટીમ તરીકે સામે આવી છે.

1 ફ્રાન્સ, 8180 કરોડ રૂ.

ફ્રાન્સની ટીમ આ વર્લ્ડ કપની સૌથી મોંઘી છે. તેના બધા ખેલાડીની કુલ કિંમત રૂ.8180 કરોડ છે. જેમાં કાઈલિયાન, એન્ટોની ગ્રિઝમેન જેવા ખેલાડી છે.

2 સ્પેન, 8114 કરોડ રૂ.

2010 વર્લ્ડ કપની ચેમ્પિયન સ્પેનની ટીમમાં કુલ રૂ.8114 કરોડના ખેલાડી છે. ટીમમાં ઈનિએસ્તા,જોડી અલ્વા,ડિએગો કોસ્ટા જેવા ખેલાડી છે.

3 જર્મની, 8013 કરોડ રૂ.

વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જર્મનીના ખેલાડીઓની કુલ ફી રૂ.8013 કરોડ છે. ટીમમાં ટોની ક્રૂસ, મેસુત ઓજિલ, થોમસ મૂલર જેવા ખેલાડી છે.

4 બ્રાઝિલ, 7271 કરોડ રૂ.

દુનિયાની સૌથી લોકપ્રિય ટીમમાંની એક બ્રાઝિલની વર્તમાન ટીમ રૂ.7271 કરોડની છે. ટીમમાં નેમાર, કોટિન્હો, જીસસ જેવા સ્ટાર ખેલાડી છે.

5 બેલ્જિયમ, 6033 કરોડ રૂ.

બેલ્જિયમે ભલે વર્લ્ડકપ જીત્યો નહોય, પરંતુ તેની ટીમ પાંચમી સૌથી મોંઘી ટીમ (રૂ.6033 કરોડ) છે. તેનો કેવિન ડીબ્રુઈન જ રૂ.893 કરોડનો છે.

6 ઈંગ્લેન્ડ, 5800 કરોડ રૂ.

2018 વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી ઈંગ્લેન્ડની ટીમ રૂ.5,800 કરોડની છે. હેરી કેન ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે. રહીમ,ડેલે અલી જેવા ખેલાડી પણ છે.

7 આર્જેન્ટીના, 5564 કરોડ રૂ.

લાયોનેલ મેસ્સીને સહિત પાઉલો, સર્જિયો એગુએરો, ગોઝાલો એગુએન જેવા સ્ટાર ખેલાડી મળીને આર્જેન્ટીનાની ટીમ રૂ.5564 કરોડની છે.

8 પોર્ટુગલ, 3900 કરોડ રૂ.

સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેની પોર્ટુગલની ટીમના બધા ખેલાડી સાથે રૂ.3900 કરોડની છે. ટીમમાં ગોનકાલો, બર્નાડો સિલ્વા પણ છે.

9 ઉરુગ્વે, 3109 કરોડ રૂ.

ઉરુગ્વેની ટીમના ખેલાડીઓની કુલ કિંમત રૂ.3109 કરોડ છે. લુઈસ ફિલિપ અને એડિનસન કવાની તેમના મોંઘા ખેલાડી છે. આ બંને રૂ.1163 કરોડના છે.

10 ક્રોએશિયા, 2874 કરોડ રૂ.

ક્રોએશિયાની પાસે રૂ.2874 કરોડની કિંમતના ખેલાડી છે. જેમાં ઈવાન રાકિટિક, લુકા મોડ્રિક, ઈવાન, મારિયો અને માતેઓ જેવા ખેલાડી છે.

(7:11 pm IST)