Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફરી એકવાર કોર્ટમાં એન્ટ્રી કરશે બ્રિટીશ ટેનિસ ખેલાડી એન્ડી મરે

નવી દિલ્હી: બ્રિટીશ ટેનિસ ખેલાડી એન્ડી મરે સંપૂર્ણ ફિટનેસ મેળવી લેવાના આરે છે અને હવે તે ટૂંક સમયમાં જ રમવાનું શરૃ કરવા જઈ રહ્યો છે. મરેને આશા છે કે, તે વિમ્બલ્ડન પહેલા ફરી આગવી લયમાં રમવા માંડશે અને વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ જીતવા માટેની દાવેદારી રજુ કરશે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન બ્રિટીશ ખેલાડી એન્ડી મરે છેલ્લે ગત વર્ષે વિમ્બલ્ડનમાં રમ્યો હતો. જે પછી કમરની ઈજાના કારણે તે ખસી ગયો હતો. તેણે સર્જરી પણ કરાવવી પડી હતી. જોકે ત્યાર બાદ મરે અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી. જેના કારણે હાલમાં તે વર્લ્ડ રેન્કિંગમાં છેક ૪૭માં સ્થાને ફેંકાયો છે. મરેએ કહ્યું કે, હવે તેણે ફરી વખત ટેનિસ રમવાનુ શરુ કર્યું છે. જો કે હું હજુ પહેલાની જેમ રમી રહ્યો નથી. મને આશા છે કે, થોડા જ સમયમાં હું પહેલાની જેમ પ્રેક્ટિસ શરૃ કરીશ. મેં થોડા સમય પહેલા જ ટ્રેનિંગ શરૃ કરી દીધી છે અને હવે ગ્રાસ કોર્ટ સિઝનથી પુનરાગમનની તૈયારી કરી રહ્યો છું.   વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ મરે બે વખત જીતી ચૂક્યો છે. વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચાલુ વર્ષે તારીખ બે જુલાઈથી શરૃ થશે. મરેને આશા છે કે તે વિમ્બલ્ડન શરૃ થાય તે પહેલા તે ૧૦૦ ટકા ફિટનેસ મેળવી લેશે.

(3:55 pm IST)