Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કોહલી બીજા સ્થાન પર

નવી દિલ્હી: આઈસીસી દ્વારા જાહેર કરાયેલી તાજેતરની ટેસ્ટ રેક્નિંગમાં બેટ્સમેન્સમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી બીજા સ્થાને યથાવત છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો પ્રતિબંધિત પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને પર છે. ઇંગ્લેન્ડનો કપ્તાન જો રૃટ ત્રીજા સ્થાને છે. તાજેતરમાં હેડિંગ્લે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરવા પર ઇંગ્લેન્ડનાં ઝડપી બોલર ક્રિસ વૉક્સ અને સ્ટુઅર્ટ બૉર્ડને ટેસ્ટ રેક્નિંગમાં ફાયદો થયો છે. 

બોલરોનાં ટેસ્ટ રેક્નિંગમાં બ્રોડને બે સ્થાનનો ફાયદો થયો છે જ્યારે વૉક્સને એક સ્થાનનો ફાયદો થયો છે. બ્રોડ હવે ૧૨માં સ્થાને છે અને વૉક્સ ૩૪માં સ્થાને. જેમ્સ એન્ડરસન બીજા નંબરે અને દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડો પ્રથમ સ્થાને છે. પાકિસ્તાનનાં બોલરોને પણ રેક્નિંગમાં ફાયદો થયો છે. શાદાબ ખાન ૯૩માં નંબરે, મોહમ્મદ આમિર ૨૦માં અને મોહમ્મદ અબ્બાસ ૩૨માં નંબર પર છે. બેટ્સમેન્સમાં જોશ બટલરને ૧૯ સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે ૬૩માં સ્થાને આવી ગયો છે. એલિસ્ટર કુક ૧૩માં સ્થાને પહોંચ્યો છે. 

(3:54 pm IST)