Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફિફા વર્લ્ડકપઃ રશિયામાં જબરી તૈયારીઃ રાષ્ટ્રપતિ પુતિનની સહમતીથી સુપરહોટ મોડલની એમ્બેસેડર તરીકે પસંદગી

વિકટોરિયા લોપેરેવા ટેલીવિઝન પ્રેઝેન્ટર, એકટ્રેસ અને બ્લોગર છે : ૨૦૦૩માં મિસ રશિયા પણ બની ચૂકી છે

ફિફા વર્લ્ડ કપ માટે રશિયામાં જબરી તૈયારીઓ થઇ રહી છે આ વર્ષે ફીફા વર્લ્ડનું આયોજન આ વખતે રશિયામાં થવાનું છે.ત્યારે યજમાન રશિયાએ આ તૈયારીના ભાગરૂપે ફીફા વર્લ્ડ કપ માટે દેશની એક મોડેલને એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ નિર્ણય રશિયન રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની સહમતિ બાદ લેવામાં આવ્યો છે.

આ સુંદર મોડલનું નામ વિકટોરિયા લોપેરેવા છે. તે ટેલીવિઝન પ્રેઝેન્ટર, એકટ્રેસ અને બ્લોગર છે. તે ૨૦૦૩માં મિસ રશિયા પણ બની ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં તેની પસંદગી પાછળ રશિયન રાષ્ટ્રપતિનો મહત્વનો રોલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

૧૮ માર્ચે પુતિન બીજીવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીના દિવસે વિકટોરિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોલોઅર્સને વોટ કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ મોસ્કોમાં વોટ મોનિટરિંગ ઓફિસની વિઝિટ કરવા પણ પહોંચી છે.

તેણે આ વિશે કહ્યું હતું કે, 'આજે મેં જોયું કે, રશિયાના રાષ્ટ્રપતિ ઈલેકશનના મતદાન પર કેવા પ્રકારની નજર રાખવામાં આવે છે.'  પુતિનની જંગી જીત બાદ તેણે પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'આ એક નવું સપ્તાહ છે પણ આવનારા છ વર્ષો માટે સ્થિરતા દેખાઈ રહી છે.'

ફિફા વર્લ્ડકપની એમ્બેસેડર બનાવાયા બાદ વિકટોરિયા રેમ્પ શો તથા ઈવેન્ટ્સથી માંડીને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ મેળવી રહી છે. લોકો તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે અને તેના ફોટોઝ-વીડિયોઝ લાઈક અને શેર કરી રહ્યાં છે.

(3:56 pm IST)