Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વકારે રમઝાન દરમિયાન ઉજવ્યો અકરમનો બર્થ-ડે, માંગવી પડી માફી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસે પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સની માફી માગવી પડી છે. આ માફી માત્ર એક કેકને લઈને છે જે તેણે રમઝાન દરમિયાન કાપી હતી. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સીરીઝની બીજી ટેસ્ટમાં વસીમ અકરમની વર્ષગાંઠ નિમિતે વકારે તેની સાથે મળીને કેક કાપી હતી, જે ક્રિકેટ ફેન્સને ગમ્યુ નહોતું. આ ઘટના પર માફી માગતા વકારે ટ્વીટર ઉપર લખ્યુ હતું કે વસીમભાઈના જન્મદિવસે કેક કાપવા માટે હું બધાની માફી માગુ છું. મારે રમઝાન અને રોજા રાખનારા લોકોનું માન રાખવુ જોઈતુ હતું. આ ભુલ માટે હું માફી માગુ છું.

જો કે વકારની માફી છતાં કેટલાક યુઝર્સ નારાજ હતા. તેમનું કહેવુ હતું કે વકારે લોકો પાસેથી નહીં પરંતુ અલ્લાહ પાસે માફી માગવી જોઈએ.

(3:48 pm IST)