Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કાલથી ઇન્ટરડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ બહેનોની ફુટબોલ ટુર્નામેન્ટઃ રાજયભરમાંથી ૯ ટીમો ભાગ લેશે

રાજકોટ ડિસ્ટ્રીકટ એસો. બાનલેબ અને સુરક્ષા સેતુના ઉપક્રમેઃ આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની ટીમનું સીલેકશનઃ રેસકોર્ષના મેદાનમાં આયોજન

રાજકોટઃ તા.૬, રાજકોટ ડિસ્ટ્રીકટ એસોસીએશન, બાનલેબ તથા સુરક્ષાસેતુના સંયુકત ઉપક્રમે બહેનો માટેે ૧૪ વર્ષથી નીચેની ઇન્ટરડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ તા.૭ થી ૧૦ દરમ્યાન રેષકોર્ષ ફુટબોલ ગાઉન્ડ ખાતે રમાડવામાં આવશે.

 જેનુ ઉદ્ઘાટન તા.૮ના શુક્રવારે સવારે ૧૦ કલાકે મૌલેશભાઇ ઉકાણી તથા ગુણવંતભાઇ ડેલાવાળાના હસ્તે કરવામાં આવશેે.

 આ ટુર્નામેન્ટમાં ગુજરાતી નવ ટીમ ભાગ લઇ રહી છે. જેમાં બરોડા, ભાવનગર, અમદાવાદ, કચ્છ, પાટણ, ગાંધીનગર, રાજકોટ, આણંદ તથા જામનગરનો સમાવેશ થાય છે.  આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની ટીમનું સિલેકશન કરવામાં આવશે. જે ઔરીસ્સા ખાતે તા.૧/૭ થી ૧૨/૭ દરમિયાન રમાનાર ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

 આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શ્રી ગુણવંતભાઇ ડેલાવાળાની રાહબરી હેઠળ સર્વશ્રી ડી.વી. મહેતા, બાલસિંહ સરવૈયા, જીવસિંહ બારડ, પ્રકાશબક્ષી, રોહિત બુંદેલા, ઉદય ઓલી,  અજય ભટ્ટ,  રાજેષ ચૌહાણ, લાલસિંહ ચૌહાણ, રાજુભાઇ માલકીયા, જયેશ કનોજીયા, અજય આચાર્ય, રાજુ મકવાણા, કેશુભાઇ ગોહેલ વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી રહેલ છે. (૪૦.૨)

 

(11:53 am IST)