Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

હોકી વર્લ્ડકપમાં વીઆઈપી મહેમાનોને સ્ટેડિયમમાં અપાશે વાઈન ને બિઅર

ભુવનેશ્વરના કલીંગા સ્ટેડિયમમાં થનારા હોકી વર્લ્ડકપ દરમિયાન વીઆઈપી મહેમાનો માટે વાઈન અને બિઅરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વર્ષે ૨૮ નવેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી થનારા વર્લ્ડકપ માટે ઓડીશા સરકારે દારૂ પીરસવા માટે લાઈસન્સની માગણી કરી હતી, જેમાં જણાવ્યુ હતું કે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન અને વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલા દેશોના પ્રતિનિધિઓ માટે કલીંગા સ્ટેડિયમની લાઉન્જમાં દારૂ પીરસવામાં આવશે. એથી સ્પોટ્ર્સ ડિપાર્ટમેન્ટને કલીંગા સ્ટેડિયમના પરીસરમાં ૨૭ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર સુધી દારૂ આપવા માટેનું લાઈસન્સ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં આ રીતે દારૂ આપવાની વાત કોઈ નવી નથી. જો કે વીઆઈપી મહેમાનોને માત્ર વાઈન અને બિયર જ અપાશે.

(11:29 am IST)