Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કેમ IPLમાં બટલર પાસે કરાવ્યું ઓપનીંગ? રહાણેએ ખોલ્યુ રહસ્ય

રાજસ્થાનની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવાનું શ્રેય બટલરને જાય છે. તેણે સતત ૬ હાફ સેન્ચુરી ફટકારી હતી. તાજેતરમાં જ રાજસ્થાનની ટીમના કેપ્ટન અજિંકય રહાણેએ એક ટોક - શોમાં કહ્યું હતું કે બટલર મિડલ ઓર્ડરમાં સારૂ પ્રદર્શન નહોતો કરી રહ્યો. એથી તેને ડ્રોપ કરવા સુધીની વાત પણ થઈ હતી. જો કે અમને બધાને તેના પર વિશ્વાસ હતો. દરમિયાન જયારે અમને દિલ્હી સામે ૧૨ ઓવરમાં ૧૫૨ રન બનાવવાના હતા ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેની પાસે ઓપનીંગ કરાવીએ. આ નિર્ણય લેવામાં વોર્ન અને ટીમના કોચે પણ મદદ કરી હતી. આ મેચ બાદ તેણે જે ફોર્મ મેળવ્યુ અને અમારૂ નસીબ જ પલટાઈ ગયું.

(11:29 am IST)