Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોર્ટુગલની ટીમ સાથે શરૂ કરી રોનાલ્ડોએ પ્રેકટીસ : કાલે અલ્જેરીયા સામે પ્રેકટીસ મેચ

રિયલ માડ્રીડ ટીમના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો ફૂટબોલ વર્લ્ડકપ ટુર્નામેન્ટની તૈયારી માટે પોતાની નેશનલ ફૂટબોલ ટીમ પોર્ટુગલમાં સામેલ થઈ ગયો છે. રોનાલ્ડોએ પોતાની ટીમના ખેલાડીઓ સાથે ટ્રેનીંગ સેશનમાં ભાગ લીધો હતો.

રોનાલ્ડોએ ચેમ્પિયન્સ લીગની મેચમાં લીવરપુલ સામેની જીત બાદ કેટલોક સમય આરામ કર્યો હતો. રોનાલ્ડો હંમેશાથી પોર્ટુગલમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. મીડીયાની નજર પણ તેના પર હંમેશા હોય છે, જેને કારણે રોનાલ્ડોના ભવિષ્યને લઈને ઘણી બધી બાબતો બહાર આવતી હોય છે. પોર્ટુગલની ટક્કર ગુરૂવારે ફ્રેન્ડલી મેચમાં અલ્જિરીયા સામે થશે જેમાં રોનાલ્ડો ભાગ લેશે.

(11:27 am IST)