Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

લોકડાઉનમાં નવી નવી વસ્તુઓ શીખવી સારી વાત છેઃ પેસ

ગેમના માધ્યમથી વિદ્યાર્થીને સારા નાગરિક બનાવવાની જવાબદારી પણ કોચની હોય છે

નવીદિલ્હીઃ ઈન્ડિયન ટેનિસ સ્ટાર પ્લેયર લિએન્ડર પેસે કહ્યું કે 'કોરોનાને લીધે થયેલા આ લોકડાઉનમાં નવી- નવી વસ્તુઓ શીખવી એ સારી વાત છે. એનાથી તમે મેન્ટલી સ્ટ્રોન્ગ અને એકિટવ રહેશો. મારી વાત કરૃં છું. મેં જયારે મારી કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે એ વખતના આઈટીએના પ્રેસિડન્ટ આર.કે. ખન્નાએ મને ઘણો સપોર્ટ કરેલો. જો તેમણે મને મદદ ન કરી હોત તો કદાચ હું આજે અહીં ન હોત. વિદ્યાર્થીઓ ગેમમાં સારૃં કરે એ જોવાનું કામ કોચનું છે અને સાથે- સાથે ગેમના માધ્યમથી જે-તે વિદ્યાર્થીને સારા નાગરિક બનાવવાની જવાબદારી પણ તેમના જ માથે છે.'

(3:02 pm IST)