Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સચિન ક્રિકેટના મહાન ખેલાડીઓમાં એક છે: લારા

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન બ્રાયન લારાનું માનવું છે કે સચિન તેંડુલકર તેની સાથે રમ્યો તે મહાન ખેલાડીઓમાંનો એક છે. લારાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, સચિન તેંડુલકર અમારી લાજવાબ રમતમાં એક મહાન ખેલાડી છે.લારાએ સચિનનો 2004 માં સિડનીમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા સામે 241 નોટઆઉટ નો વીડિયો પણ શેર કર્યો છે. લારાએ સચિનની ઇનિંગ્સને તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી શિસ્તબદ્ધ અને કઠોર ઇનિંગ્સ ગણાવ્યો છે અને કહ્યું છે કે સચિનની જેમ જ શિસ્તમાં રહીને લોકો કોરોનાવાયરસ સામે લડી શકે છે.લારાએ લખ્યું કે, "જેમ કે ઓસ્ટ્રેલિયા સામે 241 રનની અણનમ શિસ્તબદ્ધ અને નિશ્ચિત ઇનિંગ્સ રમી છે, તેમ જ આપણે જીવનમાં કંઈપણ લડી શકીએ છીએ."

(5:40 pm IST)