Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભારતીય ક્રિકેટ જગતમાં સૌથી ધીમી સદીનો રેકોર્ડ ધરાવનાર મુદસ્સર નઝરનો આજે જન્મદિનઃ ૧૯૭૭માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો

નવી દિલ્હીઃ ક્રિકેટમાં હંમેશા સૌથી ઝડપી સિદ્ધિઓની વાત આપણે હંમેશા કરીએ છીએ, જેમ સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી અડધી સદી, સૌથી ઝડપી વિકેટ પરંતુ મુદસ્સરને સૌથી ધીમી સદી માટે યાદ કરવામાં આવે છે. તેમણે 1977માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ધીમી સદીની ઈનિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. નઝરે આ ધીમી ઈનિંગ પોતાના ઘરેલૂ મેદાન ગદ્દાફી સ્ટેડિયમ (લાહોર)માં પોતાના નામે કરી હતી.

સૌથી લાંબી ઈનિંગ, આજે પણ રેકોર્ડ

આ મેચમાં ઓપનર તરીકે ઉતરેલા મુદસ્સર નઝરે 591 મિનિટનો સમય ક્રિઝ પર પસાર કર્યો હતો. તેમણે 557 મિનિટ બેટિંગ કર્યા બાદ પોતાની સદી પૂરી કરી હતી. 114 રનની આ ઈનિંગમાં તેમણે 449 બોલનો સામનો કર્યો હતો. સૌથી ધીમી સદીના મામલામાં આજે પણ આ વર્લ્ડ રેકોર્ડ છે. પરંતુ આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

સાઉથ આફ્રિકાના ડીજે મૈક્ગ્લૂના નામે હતો આ રેકોર્ડ

ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ધીમી સદીનો આ રેકોર્ડ મુદસ્સરની પહેલા આફ્રિકાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ડીજે મૈક્ગ્લૂના નામે હતો, જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (1957-58)માં ડરબન ટેસ્ટમાં 545 મિનિટ બેટિંગ કર્યા બાદ પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં મૈક્ગ્લૂએ કુલ 575 મિનિટ બેટિંગ કરી 105 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

ભારત તરફથી સંજય માંજરેકરના નામે છે આ રેકોર્ડ

પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકર ભારત તરફથી સૌથી ધીમી સદી ફટકારનાર બેટ્સમેન છે. સંજયે 1992માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 500 મિનિટ બેટિંગ કર્યા બાદ પોતાની સદી પૂરી કરી હતી. આ ટેસ્ટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા માંજરેકરે 104 રનની આ ઈનિંગ માટે કુલ 529 મિનિટ બેટિંગ કી હતી. ટેસ્ટ ઈતિહાસની આ 5મી સૌથી ધીમી શતકીય ઈનિંગ છે.

મુદસ્સર નઝરને વારસામાં મળી હતી રમત

મુદસ્સર નઝરને ક્રિકેટ પરિવારના વારસાથી મળ્યું હતું. તેમના પિતા નઝર મોહમ્મદ પાકિસ્તાન તરફથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ બોલ રમનાર ખેલાડી હતા, સાથે પાકિસ્તાનની પ્રથમ ટેસ્ટ સદી પણ તેમના બેટથી આવી હતી.

198 આંતરરાષ્ટ્રીય મેચમાં 10 સદી

આ ઓપનિંગ બેટ્સમેને પોતાના કરિયરમાં કુલ 198 આંતરરાષ્ટ્રીય મેચ (76 ટેસ્ટ અને 122 વનડે) મેચ રમી હતી. ભલે તેમને સૌથી ધીમી સદી માટે યાદ કરવામાં આવતા હોય પરંતુ તેમના નામે 10 ટેસ્ટ સદી હતી. આ ઓલરાઉન્ડર ખેલાડીએ 177 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ પોતાના નામે કરી હતી.

(5:23 pm IST)