Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ-શ્રેણી જીતવા સાથે ભારત વર્લ્ડ ટેસ્ટની ફાયનલમાં

અક્ષર પટેલ-અશ્વિનના સ્પિન સામે ઈંગ્લિશ બેટસમેન્સ ફરી નિષ્ફળ : ભારતનો ચોથી અને છેલ્લી ટેસ્ટમાં એક ઈનિંગ્સ, ૨૫ રને ભવ્ય વિજય, અક્ષર પટેલ અને અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સમાં ૫-૫ વિકેટ લીધી

અમદાવાદ, તા. : અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો વધુ એક વખત ઘૂંટણીયે પડી જતા ભારતે અમદાવાદમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં એક ઈનિંગ્સ અને ૨૫ રને ભવ્ય વિજય નોંધાવ્યો છે. વિજય સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝ -૧થી જીતી લીધી છે. ઉપરાંત ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પ્રવેશ કરી લીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જૂનમાં ઈંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૨૦૫ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ભારતે ૩૬૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો. બીજા દાવમાં ઈંગ્લેન્ડ ૧૩૫ રનમાં આઉટ થઈ જતા ભારતનો એક ઈનિંગ્સ અને ૨૫ રને વિજય થયો હતો.

પ્રથમ દાવની જેમ બીજા દાવમાં પણ ઈંગ્લિશ બોલર્સ અક્ષર અને અશ્વિનની જોડી સામે લાચાર જોવા મળ્યા હતા. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડના ૨૦૫ રનના જવાબમાં ભારતે તેના પ્રથમ દાવમાં ૩૬૫ રન નોંધાવ્યા હતા. આમ બીજા દાવમાં ઈંગ્લેન્ડ દેવા સાથે રમતમાં ઉતર્યું હતું. ઈંગ્લેન્ડ બીજા દાવમાં લડત આપશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેના બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે સફળ રહ્યા હતા. ઈંગ્લેન્ડનો બીજો દાવ ૧૩૫ રનમાં સમેટાઈ ગયો હતો. અક્ષર પટેલે પ્રથમ દાવમાં ચાર અને બીજા દાવમાં પાંચ એમ કુલ નવ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં પાંચ એમ કુલ આઠ વિકેટ પોતાના નામે કરી હતી.

બીજા દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. તેના ટોચના ત્રણ બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જેમાં ઓપનર જેક ક્રાઉલી પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો તો જોની બેરસ્ટો ખાતુ પણ ખોલાવી શક્યો હતો. તે પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. અશ્વિને  બંને બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. ઈંગ્લેન્ડ આઘાતમાંથી બહાર આવે તે અગાઉ અક્ષર ત્રાટક્યો હતો અને તેણે ઓપનર ડોમિનિક સિબ્લી અને બેન સ્ટોક્સને પોતાના શિકાર બનાવ્યા હતા. સિબ્લી ત્રણ અને સ્ટોક્સ બે રન નોંધાવીને આઉટ થયા હતા. આમ ઈંગ્લેન્ડે ૩૦ રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ઈંગ્લેન્ડ માટે કેપ્ટન જો રૂ અને ડેનિયલ લોરેન્સે થોડી લડત આપી હતી. બંને બેટ્સમેનોએ ભારતીય સ્પિન બોલિંગનો મક્કમતાથી સામનો કર્યો હતો પરંતુ તેઓ પણ વધારે સમય સુધી ક્રિઝ પર રહેવામાં સફળ રહ્યા હતા.

 જો રૂટે ૭૨ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૩૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે લોરેન્સ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે ૯૫ બોલનો સામનો કર્યો હતો જેમાં ચોગ્ગાની મદદથી ૫૦ રન નોંધાવ્યા હતા. ઉપરાંત ઓલિ પોપે ૧૫ અને બેન ફોક્સે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ ભારતે પ્રથમ દાવમાં ૩૬૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં રિશભ પંતની સદી તથા વોશિંગ્ટન સુંદરએ અડધી સદી ફટકારી હતી. રિશભ પંત મેચના બીજા દિવસે શુક્રવારે ૧૦૧ રન નોંધાવીને આઉટ થયો હતો. શનિવારે ત્રીજા દિવસે ભારતે પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. જેમાં સુંદર અને અક્ષર પટેલે અદ્દભુત બેટિંગ કરી હતી. બંનેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ ભારતનો સ્કોર ૩૬૫ રન થયો હતો ત્યારે અક્ષર રન આઉટ થયો હતો. તેણે ૪૩ રન નોંધાવ્યા હતા.

અક્ષર આઉટ થયો ત્યારે સુંદર નોન સ્ટ્રાઈક એન્ડ પર ૯૬ રને રમી રહ્યો હતો પરંતુ ત્યારપછી ઈશાન્ત શર્મા અને મોહમ્મદ સિરાજ ઉપરા-ઉપરી આઉટ થઈ જતા સુંદર ચાર રનથી પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી શક્યો હતો. તેણે ૧૭૪ બોલનો સામનો કર્યો હતો અને ૧૦ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ ૯૬ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે સૌથી વધુ ચાર વિકટે ઝડપી હતી જ્યારે

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૨૦૫

ભારત પ્રથમ દાવ :

ગિલ

એલબી બો. એન્ડરસન

૦૦

રોહિત શર્મા

એલબી બો. સ્ટોક્સ

૪૯

પુજારા

એલબી બો. લીચ

૧૭

કોહલી

કો.ફોએક્સ બો. સ્ટોક્સ

૦૦

રહાણે

કો.સ્ટોક્સ બો.એન્ડરસન

૨૭

પંત

કો.રૂ બો.એન્ડરસન

૧૦૧

અશ્વિન

કો.પોપ બો.લીચ

૧૩

સુંદર

નોટઆઉટ

૯૬

અક્ષર પટેલ

રનઆઉટ

૪૩

ઈશાંત શર્મા

એલબી બો. સ્ટોક્સ

૦૦

સિરાજ

બો.સ્ટોક્સ

૦૦

વધારાના

 

૧૯

કુલ

(૧૧૪. ઓવરમાં ૧૦ વિકેટે)

૩૬૫

પતન : -, -૪૦, -૪૧, -૮૦, -૧૨૧, -૧૪૬, -૨૫૯, -૩૬૫, -૩૬૫, ૧૦-૩૬૫.

બોલિંગ : એન્ડરસન : ૨૫-૧૪-૪૪-, સ્ટોક્સ : ૨૭.--૮૯-, લીચ : ૨૭--૮૯-બેસ : ૧૭--૭૧-, રૂ : ૧૮--૫૬-.

ઇંગ્લેન્ડ બીજો દાવ :

ક્રોવલે

કો. રહાણ બો. અશ્વિન

૦૫

સિબલે

કો.પંત બો. પટેલ

૦૩

બેરશો

કો.શર્મા બો.અશ્વિન

૦૦

રુટ

એલબી બો. અશ્વિન

૩૦

સ્ટોક

કો.કોહલી બો.પટેલ

૦૨

પોપ

સ્ટ. પંત બો. પટેલ

૧૫

લોરેન્સ

બો.અશ્વિન

૫૦

ફોએકેસ

કો. રહાણે બો. પટેલ

૧૩

બેસ

કો.પંત બો. પટેલ

૦૨

લીચ

કો.રહાણે બો.પટેલ

૦૨

એન્ડરસન

અણનમ

૦૧

વધારાના

 

૧૨

કુલ

(૫૪. ઓવરમાં ઓલઆઉટ)

૧૩૫

પતન  : -૧૦, -૧૦, -૨૦, -૩૦, -૬૫, -૬૫-૧૦૯, -૧૧૧, -૧૩૪, ૧૦-૧૩૫

બોલિંગ : સિરાજ : --૧૨-, પટેલ : ૨૪--૪૮-અશ્વિન : .--૪૭-, સુંદર : --૧૬-.જેમ્સ એન્ડરસનને ત્રણ અને જેક લીચને બે સફળતા મળી હતી.

(7:33 pm IST)