Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

એન્ડરસનના બોલ પર ઋષભ પંતે અફલાતૂન રિવર્સ સ્વીપ શોટ ફટકાર્યો:ઈંગ્લીશ ટીમ તેનો અંદાજ જોઈ દંગ રહી ગઈ

સોશિયલ મીડિયા પર પંતના આ શોટનો વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં રમાનારી ચોથી ટેસ્ટના બીજા દિવસથી ઋષભ પંતએ જબરદસ્ત બેટીંગ પ્રદર્શન કર્યુ હતુ. દબાણની સ્થિતીમાં બેટીંગ કરતા ઋષભ પંતે 118 બોલમાં 101 રનની શાનદાર રમત રમી હતી. વિકેટકીપર બેટ્સમેન પંતની ઈનીંગને લઈને બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમ રમતમાં મજબૂત સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. આ દરમ્યાન ઈનીંગ દરમ્યાન પંતે એંડરસનના બોલ પર એવો રિવર્સ સ્વીપ શોટ રમ્યો હતો કે ઈંગ્લીશ ખેલાડીઓ હેરાન થઈને જોઈ રહ્યા હતા.

પંત અને વોશિંગ્ટન સુંદરની પાર્ટનરશીપ તોડવા માટે કેપ્ટન જો રુટે જેમ્સ એંડરસનને બોલીંગ કોલ કર્યો હતો.

એંડરસનની 83મી ઓવરના પ્રથમ બોલ પર જ પંતે બેટ ગુમાવ્યુ હતુ અને સ્લીપની ઉપરથી એવો રિવર્સ સ્વીપ શોટ રમ્યો હતો કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓ બોલને બાઉન્ડ્રી તરફ જતો જોતા રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર પંતના આ શોટનો વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. સાથે જ ફેન્સ પણ તેમની બેટીંગ કરવાના અંદાજ અને તેની સદીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ઋષભ પંતે રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં નજર આવી રહેલી ભારતીય પારીને સંભાળી હતી. દબાણની સ્થિતીમાં શાનદાર રમત દાખવીને પોતાના કેરિયરનુ ત્રીજુ શતક લગાવ્યુ હતુ. પંતે 118 બોલમાં જ 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 101 રનની રમત રમી હતી. પંતે જો રુટના બોલ પર છગ્ગો લગાવીને પોતાનું શતક પુરુ કર્યુ હતુ. વિકેટકીપર બેટ્સમેન પંતે વોશિંગ્ટન સુંદર સાથે મળીને 7મી વિકેટ માટે 113 રનની પાર્ટનરશીપ અને ભારતના સ્કોરને 250ની પાર પહોંચાડ્યો હતો.

(12:28 am IST)