Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભારત સામેની ટેસ્‍ટ મેચમાં ઇંગ્‍લેન્‍ડના કેપ્‍ટન જો રૂટે બેવડી સદી ફટકારીને મહાન બેટ્‍સમેન ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી

ચેન્નાઇઃ ભારત સામે અત્રે ચેપોક સ્ટેડિયમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે બેવડી સદી ફટકારી દીધી. તે સાથે મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનના એક રેકોર્ડની બરોબરી પણ કરી. રુટે નદીમની બોલિંગમાં આઉટ થતાં પહેલાં 218 રન ફટકાર્યા. આમ તેણે સતત 150+ રન કરવાની સિદ્ધિ 3 વખત નોંધાવી. આ કલબમાં રુટ 7મો ખેલાડી બન્યો છે.

અગાઉ રુટે શ્રીલંકામાં 228 અને 186 રનની ઇનિંગ રમી હતી. તેની ડબલ સેન્ચ્યુરીની મદદથી ઇંગ્લેન્ડ ટી બ્રેક પહેલાં 6 વિકેટ 485 રનનો મોટો જુમલો નોંધાઇ દીધો હતો.

બ્રેડમેન સહિત આ 7 ખેલાડીઓ

સૌથી વધુ સતત 150+ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકરાના નામે છે. તેણે આ 2007માં 4 વખત આ સળંગ 150થી વધુ રન કર્યા હતા. જ્યારે ડોન બ્રેડમેન, વોલી હેમન્ડ, પાક.ના પૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસ, મુદ્દસ્સર નજર, ન્યૂઝીલેન્ડના ટોમ લેથમ પણ સતત ત્રણ વખત 150થી વધુ રન કરી ચૂક્યા છે.

રુટે આ મામલે એક માત્ર ખેલાડી

જો રુટે ચેન્નાઇ ટેસ્ટમાં વધુ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે પોતાની કરિયરની 89,99 અને 100મી ટેસ્ટમાં સદી નોંધાવી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો. તેણે શ્રીલંકામાં 98 અને 99મી ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. 100મી ટેસ્ટમાં સદી ફટકારનાર રુટ ઇંગ્લેન્ડનો 3જો અને વિશ્વનો 9મો ખેલાડી છે. અગાઉ કોલિન કાઉન્ડ્રી અને એલેક સ્ટુઅર્ટ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

100મી ટેસ્ટ બંને ઇનિંગમાં સદી

ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટના બંને દાવમાં સદી ફટકારનારા વિશ્વના 6 ખેલાડી છે. જો રુટ આવી કરે તો 7મો ખેલાડી બનશે. અગાઉ આ સિદ્ધિ મેળનારા ખેલાડી નીચે મુજબ છે.

ગોર્ડન ગ્રીનીઝ                   વેસ્ટઇન્ડીઝ

જાવેદ મિયાંદાદ                 પાકિસ્તાન

ઇંજમામ ઉલ હક                પાકિસ્તાન

ગ્રીમ સ્મિથ                      દ.આફ્રિકા

હાશિમ અમલા                   દ.આફ્રિકા

રિકી પોઇન્ટિંગ                  ઓસ્ટ્રેલિયા

100મી ટેસ્ટ અને 150 રન

100મી ટેસ્ટમાં 150+ રન કરવાના મામલે રુટ વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. અગાઉ પાકિસ્તાનના ઇંજમામ ઉલ હકે 2005માં ભારત સામે જ 100મી ટેસ્ટમાં 184 રન કર્યા હતા.

(5:25 pm IST)