Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

નવનીત કૌરે ન્યુઝીલેન્ડને ધુળ ચાટતુ કર્યું

નવનીતના બે ગોલથી ઈન્ડિયન વુમન્સ હોકી ટીમે ન્યુ ઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું : સિરીઝ પર કબજો

ઓકલૅન્ડ,તા.૬: ઇન્ડિયાની નવનીત કૌરે ન્યુ ઝીલેન્ડની હોકી ટીમને ધૂળ ચટાવતી કરી દીધી હતી. ભારત અને ન્યુઝી લેન્ડની ટીમ ક્રિકેટ ઉપરાંત હોકીના મેદાનમાં પણ આમને-સામને થઈ હતી. ઇન્ડિયા અને ન્યુ ઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ઓકલેન્ડમાં હોકીની પાંચમી અને અંતિમ મેચ રમાઈ હતી જે ભારતીય મહિલા ટીમે ૩-૦થી જીતી લીધી હતી. આ મેચ જીતી લેતાં ભારતે પાંચ હાઙ્ખકી મેચની સિરીઝ પણ ૩-રથી જીતી લીધી છે. અંતિમ મેચમાં સ્ટ્રાઇકર નવનીત કૌરે ૪૫મી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો. જના બાદ ૫૪મી મિનિટમાં શર્મિલાએ બીજો ગોલ કરી ટીમની લીડને વધારી હતી. આ બે ગોલને કારણે ઇન્ડિયાની સ્થિતિ સારી રહી હતી. નવનીતે તરત ૫૮મી મિનિટે ત્રીજો ગોલ કરી ટીમની જીત નક્કી કરી દીધી હતી. ઇન્ડિયન ટીમ સામે ન્યુ ઝીલેન્ડની ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. આ ટુર્નામેન્ટની પહેલી મેચ ઇન્ડિયાએ ૪-૦થી જીતી હતી જેના બાદ બીજી અને ત્રીજી મેચ ન્યુ ઝીલેન્ડે અનુક્રમે ૧-૨ અને ૦-૧થી પોતાના નામે કરી હતી. ટુર્નામેન્ટની ચોથી મેચમાં ઇન્ડિયાએ ૧-૦થી કમબેક કર્યું હતું અને છેલ્લી મેચ ૩-૦થી જીતી હતી.

(3:36 pm IST)