News of Tuesday, 6th February 2018

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ઉપરના પ્રતિબંધનો સમય પૂર્ણ : વડોદરાની ટીમમાં સમાવેશ

વડોદરા :  ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ઉપર લાદવામાં આવેલ પ્રતિબંધનો સમય પૂર્ણ થતા હવે ફરીથી તેને વડોદરાની ટીમમાં લેવાયો છે.

વડોદરાએ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને વિજય હજારે ટ્રોફી માટે ફરીથી પોતાની ટીમમાં સમેલ કરી લીધો છે. વડોદરાએ આ પહેલા યુસુફને વિજય હજારે ટ્રોફી માટે સામેલ

વડોદરાએ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને વિજય હજારે ટ્રોફી માટે ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. વડોદરાએ આ પહેલાં યુસુફને વિજય હજારે ટ્રોફી માટે સામેલ નહોતો કર્યો. યુસુફે ત્યાર બાદ ઢાકા પ્રીમિયર લીગમાં રમવા માટે બીસીસીઆઇ પાસે NOC માગ્યું હતું.

BCCI એ ડીપીએલમાં રમવા માટે યુસુફને NOC આપી દીધું હતું. ત્યાર બાદ વડોદરાએ તેને ટીમમાં સામેલ કર્યો છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ બીસીસીઆઇએ યુસુફ પઠાણ પર પાંચ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

યુસુફ પરનો આ પ્રતિબંધ ૧૫ ઓગસ્ટ ૨૦૧૭થી શરૂ થયો હતો અને ૧૪ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. પ્રતિબંધને કારણે યુસુફ રણજી ટ્રોફીમાં પણ રમી શકયો નહોતો.

 

(4:58 pm IST)
  • જેરોમ પોવેલે સોમવારે અમેરિકાની ફેડરલ રિઝર્વના અધ્યક્ષ પદે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે જેનેટ યેલેનના સ્થાને ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો છે. જેરોમ પોવેલે શપથ લીધા બાદ કહ્યુ હતું કે 'આજે અમેરિકામાં બેરોજગારી દર ઓછો છે. અર્થવ્યવસ્ખથાનું વિસ્તરણ થઈ રહ્યું છે અને મોંઘવારી ઘટી છે.' રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર-2017માં પોવેલને ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકે નામાંકિત કર્યા હતા. તેઓ આગામી ચાર વર્ષ સુધી આ પદ સંભાળશે. access_time 2:48 pm IST

  • અંકલેશ્વરના માંડવા ગામમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ : જમીનના જુના ડખ્ખામાં થઈ જૂથ અથડામણ : બે બાઈક સળગાવાયા : ઘરોમાં થઈ તોડફોડ access_time 11:57 pm IST

  • અમરેલીઃકૂતરાઓએ ૧૨ વર્ષની બાળકીને ફાડી ખાધી :અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં કૂતરાઓનો આતંક : ૧૫થી વધુ કૂતરાઓએ ૧૨ વર્ષની બાળકીને ફાડી ખાધી : બાળકીનું મોત access_time 3:43 pm IST