Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શેન વોર્નની રાજસ્થાન રોયલ્સમાં વાપસી?

IPL ની અગિયારમી સીઝનમાં બે વર્ષથી પ્રતિબંધિત રાજસ્થાન રોયલ્સની ટીમ સામેલ થવાની છે. આ ટીમનો કેપ્ટન સ્ટીવ સ્મિથ છે અને તેને રિટેન કરવામાં આવ્યો છે. આ ટીમે બેન સ્ટોકસને ૧૨.૫ કરોડ, જયદેવ ઉનડકટને ૧૧.૫ કરોડ અને રવિચન્દ્રન અશ્વિનને ૭.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. હવે કોચ તરીકે શેન વોર્નની વાપસી થવાના અણસાર છે. તે હેડ કોચ, મેન્ટર કે એડ્વાઈઝરની ભૂમિકામાં આવશે. એવું માનવામાં આવે છે. આ વિશે રવિવારે એક ટ્વીટમાં વોર્ને કહ્યું હતું કે એક ઘોષણા કરવા માટે હું ઉત્સુક છું, એ IPL ૨૦૧૮ વિશેની છે.

(1:57 pm IST)