Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ઓસ્ટ્રેલીયામાં આગ પ્રભાવીત લોકોની વહારે શેન વોર્નઃ પોતાની ટેસ્ટ કેપની હરરાજી દ્વારા ફંડ એકત્ર કરશે

નવી દિલ્હીઃક ઓસ્ટ્રેલીયામાં જંગલોમાં લાગેલી આગ ઠરવાનું નામ નથી લેતી. આગની ચપેટમાં અત્યાર સુધીમાં ૫૦ કરોડ પશુ-પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. આગની અસર ઓસ્ટ્રેલીયાના  હવામાન ઉપર પણ પડી રહી છે. લાખો લોકો પ્રભાવીત થયા છે.

ઓસ્ટ્રેલીયાના મહાન સ્પીનર શેન વોર્ન આગથી પ્રભાવીત લોકોની મદદે આવ્યા છે.તેમણે પોતાની સૌથી કિંમતી વસ્તુ હરરાજી માટે મુકી છે. કોઇપણ ક્રિકેટર માટે સૌથી યાદગાર ક્ષણ એ હોય છે જયારે તેને પહેલીવાર પોતાના દેશવતી રમવાનો મોકો મળે છે. અને કેપ આપવામાં આવે છે. સ્પીનના શહેનશાહ વોર્ને પોતાની ટેસ્ટ કેપ હરરાજી માટે આપી છે જેથી ફંડ ભેગુ કરી શકે છે.

શેનવોર્ન પોતાના ૧૪૫ ટેસ્ટ મેચોમાં ૭૦૮ વિકેટો મેળવી છે.ટેસ્ટ કેપ સાથે વોર્ન દ્વારા તેના ઉપર ઓટોગ્રાફ પણ કરાયો છે. કેપની હરરાજીની તમામ રકમ બુશ ફાયર અપીલને દાનમાં આપી દેવાશે.

(12:52 pm IST)