Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

શ્વેતા ગડા રનિંગની ૬૦–પ્લસ કેટેગરીમાં જીત્યાં ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ

કહેવાય છેને કે ઉમંર તો માત્ર ઍક આંકડો કહેવાય, આત્મબળ તથા મનોબળથી ગમે ઍવી નાનીકે મોટી વયની વ્યકિત અદભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે અને ઍનું લેટેસ્ટ ઉદાહરણ છે વેટરન્સ કેટેગરીની દોડમાં દોડમાં ઍક કે બે નહી પણ પાંચ–પાંચ મેડલ જીતનાર શ્વેતા ભરત ગડા, નાશિકમાં તાજેતરમાં વેટરન્સ સ્પોટર્સ ઍન્ડ ગેમ્સ અસોસિઍશન દ્વારા ખેલ મહાકુંભના બેનર હેઠળ આયોજિત દ્વિતીય નેશનલ વેટરન્સ સ્પોર્ટસ ઍન્ડ ગેમ્સ ચેમ્પિયનમાં મહારાષ્ટ્ર વતી ભાગ લેનાર શ્વેતા ગડાઍ ૬૦થી વધુ વિમેન ઍજ કેટેગરીમાં ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડમેડલ, ૮૦૦ મીટરમાં પણ ગોલ્ડ,  ૪૦૦ મીટરમાં સિલ્વર અને ૨૦૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભલભલાને આડ્ઢર્યમાં મૂકી દીધા હતા

ઘાટકોપરના શ્વેતા ગડાઍ ૨૦ જેટલા રાજયો ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વેટરન્સ કેટેગરીમાં પાંચ ચંદ્રક જીતી લીધા છે. તેમને તેમના પતિ ભરતભાઇ ગડા તેમજ ઘાટકોપર જાલી જિમખાના અને મુલુંડ કચ્છી વીસા ઓસવાળ સમાજ તરફથી બહુ સારો નૈતિક ટેકો મળ્યો છે.

(5:03 pm IST)