Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આજે વર્લ્ડકપમાં ચાર બાબતો પર નજર

ફિફા વર્લ્ડકપમાં આજે ઍશિયન જાયન્ટ જપાનનો ૨૦૧૮ના ગયા વર્લ્ડકપનના રનર–અપ ક્રોઍશિયા સાથે પ્રી–કવાર્ટર ફાઇનલમાં મુકાબલો છે. અને સ્પેન તથા જર્મનીને હરાવીને અપસેટ સર્જનાર જેપનીઝ ટીમ સામે આજે ક્રોઅ઼ેશિયા પુરી તાકાત અને સમજદારીથી નહી રમે તો ઍણે આઉટ થઇ જવાનો વારો આવશે. જપાનની ટીમ મિડફીલ્ડમાં તેમજ ડિફેન્સમાં ક્રોઍશિયાની જે નબળાઇ છે ઍનો લાભ ઉઠાવવાની જરૂર કોશિશ કરશે આજની બીજી પ્રી–કર્વાટરમાં બીજા ઍશિયન જાયન્ટ સાઉથ કોરિયા સામે રમનાર બ્રાઝિલની ટીમ જીતવા માટે ફેવરિટ છે. બ્રાઝિલે જે ટીમનો આજે સામનો કરવાનો છે. ઍણે ત્રણ દિવસ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલની ટીમને ઍકસ્ટ્રા ટાઇમના ગોલથી ૨–૧થી હરાવીને  અપસેટ સરજયો હતો. કોરિયન ટીમે બ્રાઝિલ સામે બાહોશ બનવાની સાથે ધૈર્યથી રમવુ પડશે.

(5:02 pm IST)