Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વોશીંગને કેચ પકડવાની ટ્રાલજન કરી, રાહુલે કેચ છોડતા કેપ્‍ટન ભડકયો

નવી દિલ્‍હીઃ બાંગ્‍લાદેશની ઇનિંગની ૪૩મી ઓવરમાં મહેદી હસન મિરાજે  શાર્દુદ ઠાકુરની બોલ  પર એરિયલ શોટ રમ્‍યો અને તે પાછળ ઉભેલા વોશિંગ્‍ટન સુંદર પર પડયો, પરંતુ તેણે કેચ પકડવાની ટ્રાઇ  પણ કર ન હતી. જેના લીધે રોહિત વોશીંગ્‍ટન ઉપર ખુબ જાડકયો હતો.બાદ કેએલ રાહુલે પણ મેહદી હસનનો એક સરળ કેચ છોડયો હતો.

૪૩મી ઓવર લાવનાર શાર્દુલ ઠાકુરે મિરાજને પેવેલિયન મોકલ્‍યો હતો. મિરાજે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઇને હવામાં ગયો. પરંતુ તેણે આ આસાન તક ગુમાવી દીધી હતી અને મિરાજનો કેચ છોડયો હતો. રાહુલે મિરાજનો કેચ છોડવાની સાથે જ રોહિતે તેના ચહેરા પર હાથ મૂકયો અને તેના ચહેરા પર ગુસ્‍સો પણ સ્‍પષ્‍ટ જોઇ શકાતો હતો.

આગલા બોલ પર પણ આવી જ તક સર્જાઇ અને  આ વખતે બોલ થર્ડ મેન પાસે ગયો. અહીં વોશિંગ્‍ટન સુંદર ઊભો હતો. પરંતુ સુંદરે કેચ પકડવાની કોશિશ પણ ન કરી અને આ રીતે મિરાજને એક જ ઓવરમાં બે વખત જીવનદાન મળ્‍યુ હતું.

(3:44 pm IST)