Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ભારત કાલે ટી-૨૦માં શ્રેણી વિજયના ઈરાદાથી ઊતરશે

છેલ્લી વન-ડે, પ્રથમ ટી૨૦માં વિજય સાથે ટીમ ઉત્સાહમાં: ભારતીય ટીમ સિડનીના મેદાન પર પ્રવાસની પહેલી બે વન-ડે હારી ગઇ હતી, જાડેજાને ઈજા થતાં તેની ખોટ વર્તાશે

સિડની, તા. : પ્રથમ મેચમાં શાનદાર જીત બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનું પલડું ભારે હશે અને વિરાટ કોહલીની ટીમની નજર શ્રેણી વિજય પર હશે. ટેસ્ટ સીરીઝ પહેલા ટી -૨૦ સિરીઝ જીતવાથી ભારતીય ટીમનું મનોબળ વધશે. કેનબેરામાં ત્રીજી વનડે અને પ્રથમ ટી -૨૦ જીત્યા પછી, ભારતીય ટીમ હવે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરત ફરી છે જ્યાં તેમને પ્રથમ બે વનડે મેચોમાં ઓસ્ટ્રેલિયાએ હાર આપીને શ્રેણી જીતી હતી. પ્રથમ ટી -૨૦ માં જાડેજાને માથામાં ઈજા પહોંચ્યા બાદ 'કન્સેશન' વિકલ્પ તરીકે આવેલા યુજ્વેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. નીચલા ક્રમમાં ભારત જાડેજાની આક્રમક બેટિંગ ગુમાવશે પરંતુ પ્રદર્શન બાદ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જાડેજાએ ૨૩ બોલમાં અણનમ ૪૪ રન બનાવી ભારતને સારો સ્કોર આપ્યો હતો. જો કે, કોહલી આશા રાખશે કે ફક્ત ટોચના પાંચ બેટ્સમેન એટલું સારું પ્રદર્શન કરે છે કે નીચલા ક્રમના બેટસમેન્સનો વારો આવે.

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ફિટ નથી અને ભારતીય કેમ્પ પ્રાર્થના કરશે કે ઇન-ફોર્મ હરીફ કેપ્ટન એરોન ફિંચ પણ સંપૂર્ણ રીતે ફિટ હોય. પ્રથમ ટી -૨૦ મેચમાં ડારસી શોર્ટ સ્વસ્થ લાગ્યો હતો અને ચહલ તેની નબળાઇઓને જોતા ઓફ-સ્ટમ્પની બહાર બોલ નાખીને બોલ્ડ કર્યો હતો. સ્ટીવ સ્મિથ એક મહાન ટેસ્ટ અને વનડે બેટ્સમેન છે પરંતુ તે ટી ૨૦ માં પોતાના પ્રદર્શનનું જાળવી શક્યો નથી. ગ્લેન મેક્સવેલની પણ નબળાઇઓ જસપ્રિત બુમરાહ અને ટી નટરાજન દ્વારા છેલ્લી વનડે અને પ્રથમ ટી -૨૦ માં ખુલ્લી પાડી દેવાઈ છે. ભારત ટોપ-ઓર્ડર તરફથી ખાસ કરીને ઓપનર શિખર ધવન પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે, જે પ્રથમ વનડેથી બહુ સારો દેખાવ કરી શક્યો નથી.

સુકાની કોહલી ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નથી જેનાથી ટીમને અસર થઈ છે. તે મજબૂત ઇનિંગની અપેક્ષા રાખશે. પણ જોવાનું છે કે મનીષ પાંડે મેદાનમાં છે કે નહીં તે એડમ ઝમ્પાનો સામનો કરવામાં ઊણો ઊતર્યો હતો. પછી ભારતની રનની ગતિ ધીમી પડી. સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાનું કામ છેલ્લી ઓવરનો લાભ લેવાનું છે પરંતુ સેમસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રભાવિત કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયાએ ટી ૨૦ ટીમમાં ટેસ્ટ નિષ્ણાત નાથન લિયોનને શામેલ કર્યો છે. તે જોવું રહ્યું કે તે ટીમમાં મિશેલ સ્વેપસનની જગ્યા લઈ શકે કે નહીં. સ્વેપ્સને કોહલીની વિકેટ ઝડપી હતી પરંતુ બંને ઓવરમાં શોર્ટ બોલ બહુ નાખ્યા હતા.

ટીમો

ભારતઃ વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દિપક ચહર, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (સુકાની), સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, મોઇઝ્સ હેન્રિકસ, માર્નસ લ્યુબચેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સિમ્સ, કેન રિચાર્ડસન, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ, ડાર્સી શોર્ટ, એડમ ઝમ્પા.

(7:25 pm IST)
  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST

  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • શિરોમણિ અકાળી દળના નેતા હરસિમરત કૌર બાદલની તબિયત લથડી :ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરાયા : શ્વાસ લેવામાં તકલીફ access_time 11:50 pm IST