Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ભારતીય મહિલા ફૂટબોલ ટીમનો દબદબો : દક્ષિણ એશિયાઈ ખેલમાં શ્રીલંકા સામે 6-0થી શાનદાર વિજય :સતત બીજી જીત

નવી દિલ્હી : ભારતીય મહિલા  ફૂટબોલ ટીમએ ફરીથી શાનદાર પ્રદર્શન કરતા 13માં દક્ષિણ એશિયાઈ રમતોત્સવમાં શ્રીલંકાને 6-0થી કારમો પરાજય આપ્યો છે ભારતીય ટીમની આ સતત બીજી જીત છે

  સંધ્યા રંગનાથન ( દસમી અને 25મી મિનિટ ) અને રતનબાલા  દેવી ( 18મી અને 88મી મિનિટ )માં બે ગોલ ફટકાર્યા હતા જયારે ડાન્ગમેઇ અને બાળાદેવીએ એક એક ગોલ કર્યો હતો

(8:38 pm IST)