Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સેરેના, નડાલ અને મરેની ઓસ્ટ્રેલિયન ઓપનમાં વાપસી

23 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરી ચુકેલી સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વાપસી કરશે જ્યારે ઈજાનો સામનો કરી રહેલા રાફેલ નડાલ અને એન્ડી મરે પણ વર્ષનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમશે.

સેરેનાએ પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યા બાદ વાપસી કરી વિમ્બલ્ડન અને યૂએસ ઓપન-2018ના ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

પરંતુ બંન્નેમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ આ જાણકારી આપી છે. સેરેના વિલિયમ્સ એ છેલ્લી વખતે 2017 માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો હતો.

(9:02 pm IST)