Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઓસ્ટ્રેલિયન પોલીસે બેટ્સમેન ઉષ્માન ખ્વાજાના ભાઈની કરી ધરપકડ

નવી દિલ્હી:કાંગારૂ બેટ્સમેન ઉષ્માન ખ્વાજાના ભાઈની ઓસ્ટ્રેલિયન પોલીસે ધરપકડ કરી છે. મેજબાન ઓસ્ટ્રેલિયન ટીમ ભારત વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહી છે.સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં 6 ડિસેમ્બરે રમાવાની છે, પરંતુ આનાથી પહેલા આ ઘટના સામે આવી છે. ખ્વાજાનો ભાઈ અર્સલાન ખ્વાજાની ઓસ્ટ્રેલિયામાં કાઉન્ટર-ટેકેરિઝ્મ પોલીસે ધરપકડ કરી છે.અર્સલાન ખ્વાજાને સિડનીમાં નકલી દસ્તાવેજની બાબતમાં પહેલા પણ પોલીસે પકડ્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર તેના પર આરોપ છે કે, તેઓ પૂર્વ વડાપ્રધાન મંત્રી મૈલ્કમ ટર્નબુલ અને અન્ય ધારાસભ્યો પર આતંકી હુમલાના પ્લાનમાં સામેલ હતો. ઓસ્ટ્રેલિયન સમાચારો અનુસાર 39ના અર્સલાન ખ્વાજાથી એનએસડબ્લ્યૂ પોલીસે મંગળવારે તેના જ્વોઈન્ટ કાઉન્ટર-ટેરેરિઝમ ટીમે પ્રશ્ન પૂછ્યા. આ દસ્તાવેજ એનએસડબ્લ્યૂ યૂનિવર્સિટીથી ઓગસ્ટમાં મળી આવ્યા હતા.પર્થ નાઉને આપેલા એક ઈન્ટવ્યુંમાં ઉષ્માન ખ્વાજાનું કહેવું છે કે, આ વિશે હું વધારે કંઈ જાણતો નથી. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. તમને વિનંતી છે કે, મારી અને મારી ફેમિલીની પ્રાઈવેસી બનાવી રાખો.ભારત વિરૂદ્ધ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું છે કે, ઉષ્માન ખ્વાજા રન બનાવવામા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દેશે. ખ્વાજાએ અત્યાર સુધી 35 ટેસ્ટ મેચોમાં 48.83ની એવરેજથી 2455 રન બનાવ્યા છે.

(5:41 pm IST)