Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

૧૨૦ ફર્સ્ટકલાસ મેચ રમી ચુકેલા જયદેવ શાહે નિવૃતિ લીધીઃ કાલે અંતિમ મેચ રમશે

ડોમેસ્ટીક ક્રિકેટમાં ૧૧૧ મેચોમાં કેપ્ટન્સીનો રેકોર્ડ

રાજકોટ,તા.૫: સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમના સિનિયર બેટસમેન અને કેપ્ટન જયદેવ શાહએ નિવૃતિની જાહેરાત કરી છે. તેઓ આવતીકાલથી શરૂ થતાં રણજી ટ્રોફીના સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો મેચ અંતિમ મેચ રમનાર છે.

૧૨૦ ફર્સ્ટ કલાસ મેચો રમી ચુકેલા જયદેવ શાહ રણજી ટીમમાં સૌરાષ્ટ્રના ૧૧૧ મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જે ડોમેસ્ટીક ક્રિકેટમાં એક રેકોર્ડ છે. તેઓની કેપ્ટનશીપમાં સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ૨૦૧૨- ૧૩માં રનર્સઅપ, ૨૦૧૫- ૧૬માં સેમીફાઈનલ સુધી પહોંચી હતી. વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં ૨૦૦૭- ૦૮માં ચેમ્પિયન બની હતી. સૌરાષ્ટ્રની ટીમ જયદેવ શાહની કેપ્ટનશીપ હેઠળ રમાકાંત દેસાઈ ઝોનલ વન-ડે ટૂર્નામેન્ટમાં વિજેતા બની હતી. સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમના કેપ્ટન જયદેવ શાહે ટીમવર્કથી પોતાની ટીમને અનેકવિધ સિધ્ધીઓ મેળવી સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.

આવતીકાલથી સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની મેચ શરૂ થનાર છે. જે તેમનો અંતિમ મેચ બની રહેશે.

(4:35 pm IST)