Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં કૉમેન્ટરી કરતો જોવા મળશે ધોની ?

પૂર્વ કેપ્ટન્સ વારાફરતી ગેસ્ટ કૉમેન્ટેટર તરીકે આવશે અને પોતાના ટેસ્ટ ઈતિહાસના મહત્વના ક્ષણ શેર કરશે.'

 

મુંબઈ : ભારત બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કૉમેન્ટરી કરી શકે છે. ભારતને બાંગ્લાદેશ સામે ટેસ્ટ 22થી 26 નવેમ્બર વચ્ચે રમવાની છે. મેચના પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સામે ડે-નાઈટ ટેસ્ટ માટે પ્રસ્તાવ મૂક્યો છે.

પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના તમામ પૂર્વ કેપ્ટન્સને આના માટે બોલાવવા જોઈએ અને તેમને ઐતિહાસિક ટેસ્ટ અંગે પૂછવું જોઈએ. પ્રસારણકર્તા દ્વારા લખેલા પત્રની કૉપી IANS પાસે છે.

આમાં લખ્યું છે, 'ટેસ્ટ મેચના પ્રથમ અને બીજા દિવસે ભારતના તમામ પૂર્વ ટેસ્ટ કેપ્ટન્સને બોલાવવામાં આવે. તમામ પૂર્વ કેપ્ટન્સ મેદાન પર હાજર કેપ્ટન વિરાટ કોહલી અને બાકીની ટીમની સાથે-સાથે અન્ય અતિથિઓ રાષ્ટ્રગાન માટે ઊભા હશે. સમગ્ર દિવસ પૂર્વ કેપ્ટન્સ વારાફરતી ગેસ્ટ કૉમેન્ટેટર તરીકે આવશે અને પોતાના ટેસ્ટ ઈતિહાસના મહત્વના ક્ષણ શેર કરશે.'

જો આવું થશે તો ધોની પહેલીવાર કૉમેન્ટરી કરતો દેખાશે. ધોનીને આના માટે આમંત્રણ મોકલી દેવાયું છે. 350 વન-ડે અને 90 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ધોનીએ વર્લ્ડ કપ 2019 દરમિયાન માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની છેલ્લી વન-ડે રમી હતી. ત્યારબાદથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે.

(12:49 am IST)